ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટ્સ’’ વિષયે રાજ્યકક્ષાની યુવા ચિત્રકલા સ્પર્ધાનું આયોજન :પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઈનામો અપાશે.

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય અંતર્ગત રાજ્યકક્ષાની યુવા ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ ચિત્રકલા સ્પર્ધામાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “મોબાઈલ ટુ સ્પોટર્સ” વિષયે પોતાની કૃત્તિ તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવીને તથા કૃત્તિની પાછળ સ્પર્ધકનું નામ, સરનામું, મો.નં. જેવી વિગતો ભરીને તા.૭મી નવેમ્બર-૨૦૨૦ સુધીમાં સંબંધિત જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીને બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. કૃત્તિની સાથે સ્પર્ધકે પોતાના ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડ/પાન કાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સની નકલ જોડવાની રહેશે.

આ કૃત્તિઓમાંથી 3૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવશે. તા.૨૧મી નવેમ્બર-૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ખાતે આ પસંદગી પામેલ 30 કલાકારો વચ્ચેની રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૫૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૨૫૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે એમ લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *