વાપી GIDCમાં કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

વાપી GIDCમાં કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિકરાળ આગને કારણે આસપાસના વિસ્તાર ખાલી કરાયા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર ૯૦ ટકા જેટલું કંટ્રોલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું છે. જાનહાનીના કોઇ સમાચાર નથી.

વાપી GIDCમાં કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

શક્તિ બાયો સાયન્સ કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, આગ લાગવાનું કારણ અકબંધ.ભર ચોમાસે પણ આગના બનાવો વધી રહ્યાં છે. વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી ગઈ હતી. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો.કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થયાં હતાં.જેથી કેમિકલના ધુમાડા ઊંચે સુધી આકાશમાં ઉઠ્યાં હતાં. જેને એક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતાં. જેથી ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માની લોકોમાં ભય પ્રસર્યો હતો. જો કે, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી શરૂ કરવી દેવામાં આવી છે. સમગ્ર આગની દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *