રાજયસભામાં ધમાલ કરનારા સભ્યો સામે રાજયસભા ચેરમેને શું પગલાં લીધા ?

કૃષિ બિલને લઇ રાજ્યસભામાં ગઇકાલે જોરદાર હોબાળો થયો હતો. તેને લઇ સભાપતિ વેંકૈયા નાયડુ નારાજ થયા છે. તેમણે ગઇકાલે બનેલી ઘટનાની નિંદા કરી.

ઉપસભાપતિ હરિવંશની સાથે દુર્વ્યવહાર માટે ચેરમેન વેંકૈયા નાયડુએ 8 સાંસદોને એક સપ્તાહ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં આપના સાંસદ સંજય સિંહ, ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયન પણ સામેલ છે.સભાપતિ વેંકૈયા નાયડુએ ઉપસભાપતિની વિરૂદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને પણ નકારી દીધો. આ તમામ સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરાયા તેનો મતલબ સ્પષ્ટ છે કે હવે તેઓ આ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *