રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત.

રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. બપોર બાદ શરૂ થયેલી બીજી બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠલ હતી. ચાલુ વર્ષ પણ ખરીફ ઋતુમાં રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *