કતારગામ વિસ્તારની સીટી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી,માપણી બાબતે વાંધાઓ હોય તો રજુ કરી શકાશે.

સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કતારગામ વિસ્તારને સીટી સર્વેમાં દાખલ કરવા માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ટ નં.૧ સુરતની માપણી શીટ નં.૧/અ, ૧/બ, ૨, ૩, ૪, ૬, ૧૧, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૪, ૩૫, ૩૯, ૪૧, ૪૩, ૪૪,૬૧, ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૩, ૭૫, ૭૭, ૮૧,૮૨, ૮૩, ૮૮, ૯૩ થી ૧૦૦નુ રેકર્ડ તથા સુપ્રિન્ટેન્ડન્ટ નં.૩ દ્વારા સીગણપોરનું સર્વે તૈયાર કરવામાં આવ્યું છે. જે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.-૧, સુરતની કચેરી, એ-બ્લોક, સાતમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રમોલગેશનને તા.૧૫/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૦૦થી સાંજના ૪.૦૦ વાગે કચેરી ખાતે પ્રમાણિત કરવામાં આવશે. આ નવીન તૈયાર રેકર્ડ, પ્રોપર્ટી કાર્ડ, નકશા અને અન્ય રેકર્ડ સામે કોઈ જમીન ધારકોને વાંધો/હરકત હોય તેઓ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ટન્ટ નં.૧ સુરતની કચેરી વાંધો રજુ કરી શકશે. તેમ જમીન દફતર કચેરીના નાયબ નિયામક શ્રી કે.પી.ગામીત દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *