Google Play Store માંથી ગુગલ એ કઈ એપ્લીકેશન હટાવી. નામ જાણીને ચોંકી જશો.

શુક્રવારે ગૂગલ દ્વારા Paytm એપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની ગેમ્બલિંગ (જુગાર)નું સમર્થન કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ એપને One97 Communication Ltd. દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. આ એપને Google Play Store પર સર્ચ કરવામાં આવતા તે એપ જોઈ શકાતી નથી. જોકે અત્યારે જે એન્ડ્રોઈડમાં આ એપ છે ત્યાં તે ચાલી રહી છે.

Paytm પ્લે સ્ટોર પર સર્ચ કરીએ તો કંપનીની અન્ય એપ્લિકેશન્સ Paytm for business, Paytm money, Paytm Mall હજી પણ પ્લે સ્ટોર પર છે. આ સિવાય, અમે તેને Apple એપ સ્ટોર પર પણ પછી આ એપ્લિકેશન ત્યાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

ગૂગલના Suzanne Freyએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન કસીનો જેવી વસ્તુને અનુમતિ આપતા નથી અથવા અન્ય કોઈ પણ આવી જુગારની એપનું સમર્થન કરતા નથી કે રમતમાં સટ્ટાબાજીની સુવિધા આપે છે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી Paytm ની એપ્લીકેશન રિમુવ કરાતાં Paytm એ ટ્વીટ કરીને એના ગ્રાહકોને જણાવ્યું કે,
” Paytm Android App નવા ડાઉનલોડ અને અપડેટ માટૅ હાલમાં ઉપલબ્ધ નથી. ટુંક સમયમાં તે પરત ફરશે. આપ સહુના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને Paytm App ને આપ સરળતાથી ઉપયોગમાં લઈ શકશો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *