માતા બહેનોને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણની ક્રાંતિકારી યોજના મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર.

  • રૂા. ૧૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવાનું આયોજન
  • લોન-ધિરાણ માટે સહકારી-સરકારી-ખાનગી બેન્કો- આર.બી.આઇ. માન્ય ધિરાણ સંસ્થાઓને યોજનામાં જોડાવા આહવાન કરતા મુખ્ય મંત્રીશ્રી
  • બેન્ક લોનનું વ્યાજ સરકાર ભોગવશે – લોન માટે જરૂરી સ્ટેમ્પ ડયુટીમાં માફી અપાશે
  • ગ્રામીણ વિસ્તારોના ૫૦ હજાર – શહેરી વિસ્તારોના ૫૦ હજાર મળી રાજ્યમાં ૧ લાખ મહિલા જૂથની જૂથ દીઠ કુલ ૧૦ લાખ બહેનોને મળશે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ
  • યોજના માટે ૧૭૫ કરોડ રૂપિયાનું બજેટ મુખ્ય મંત્રીશ્રીએ ફાળવ્યું
  • શ્વેતક્રાંતિમાં નારીશક્તિની અગ્રેસરતા પછી હવે નાના-મોટા વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, હુન્નર-કૌશલ્યમાં પણ રાજ્યની મહિલા શક્તિને અગ્રેસર બનાવવા મુખ્ય મંત્રીશ્રીની પ્રતિબદ્ધતા
  • વધુ પ્રમાણમાં બહેનોના જૂથ યોજનામાં જોડવા જૂથ રચના માટે ક્લસ્ટર કો-ઓર્ડીનેટરને પ્રોત્સાહક સહાય મળશે
  • મહિલા કલ્યાણ અને ઉત્કર્ષ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સેવા સંગઠનોનું યોગદાન પણજૂથ રચના માટે મેળવાશે
  • ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની – શહેરી વિસ્તારોમાં ગુજરાત અર્બન લાઇવલી હૂડ મિશન યોજનાના અમલની જવાબદારી
  • રાજ્યમાં હાલ ર૭ લાખ માતા-બહેનો સખી મંડળોમાં જોડાઇ પરિવારનો આર્થિક આધાર બની રહી છે
  • ર૦૧૯-ર૦ના વર્ષમાં ૪.૫ર લાખ મહિલાઓએ સ્વ સહાય જૂથ ક્રેડીટ લીન્ક અન્વયે ૪ર૮.૭ર કરોડના ધિરાણ-લોન સહાય મેળવ્યા.

મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના  અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર મળી કુલ ૧ લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરવામાં આવશે.

આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલા- માતા બહેનોને સહભાગી બનાવીને સમગ્રતયા ૧૦ લાખ બહેનોને કુલ રૂા. ૧૦૦૦ કરોડ સુધીનું કુલ ધિરાણ-લોન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તબક્કાવાર આપવાનું આયોજન છે.

રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તહેત પ્રત્યેક મહિલા જૂથને ૧ લાખ રૂપિયાની લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે

મુખ્યમંત્રીશ્રીએ આ મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને ઉત્સાહપૂર્વક જોડાવા આહવાન કર્યું છે. રાજ્ય સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના MOU પણ કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *