લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

મહારાષ્ટ્રના અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ દરમિયાન એટલે કે, 17મી સુધી રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી અતિ ભારે વરસાદની , આગાહી કરવામાં આવી છે. રવિવારે સાંજે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મેઘરજ, ભિલોડા અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સવારથી જ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો 20થી વધુ તાલુકાઓમાં એક થી સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. કચ્છ ઝોનમાં સીઝનનો સૌથી વધુ 262 ટકા દક્ષિણ ગુજરાતમાં 110 ટકા પૂર્વ મધ્ય ઝોનમાં 99 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 168 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 106 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં સરેરાશ 125 ટકા વરસાદ નોંધાયો છે.

તો આજે અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે. અહીં રાયડી ડેમના 6 દરવાજા 3-3 ફૂટ ખોલવાથી નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તો રાજુલા અને જાફરાબાદ પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *