ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી ઉમેદવારોના ક્રિમિનલ બેક્ગ્રાઉન્ડની પબ્લિસિટી માટે શું ધારા ધોરણો નક્કી કર્યા ?

ઈલેક્શન કમીશને નોમિનેશન માટે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો માટે સંશોધિત ગાઈડલાઈન બહાર પાડી છે. તેમા પાર્ટીઓ અને ઉમેદવાર દ્વારા તેમના ક્રિમિનલ રેકોર્ડની પબ્લિસિટીના સમયમાં ફેરફાર કરાયો છે. આ મુજબ રાજકીય પાર્ટીઓને પોતાના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની જાણકારી ત્રણવાર ન્યૂઝ પેપર અને ટેલીવિઝન પર આપવાની રહેશે.

આ રીતે ત્રણવાર જાણકારી આપવી પડશે

  • પ્રથમ પબ્લિસિટી: નોમિનેશન પરત લેવાની અંતિમ તારીખના શરૂઆતના 4 ચાર દિવસોની અંદર જાણકારી આપવી પડશે.
  • બીજી પબ્લિસિટી: નોમિનેશન પરત લેવાની તારીખમાં 5થી 8 દિવસ બાકી રહે તે દરમિયાન જાણકારી આપવી પડશે.
  • ત્રીજી પબ્લિસિટી: ચૂંટણી પ્રચારમાં જ્યારે 9 દિવસ બાકી રહે, ત્યારથી લઈને ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય તે પહેલા આ જાણકારી આપવી પડશે. ચૂંટણી પ્રચાર મતદાનના બે દિવસ પહેલા સમાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *