રાજ્યમાં ખેડૂત અને કૃષિ વિકાસ માટે રાજ્ય સરકારે શરૂ કરી સાત પગલા કૃષિ કલ્યાણ યોજના

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનો ઇ- શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું. આ યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે નવિન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ આવરી લેવાયા છે. મુખ્યમંત્રી એ આ પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ ”મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના” તેમજ ”કિસાન પરિવહન યોજના”નો આજે પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યની રૂપાણી સરકાર આગામી 2022 સુધીમાં કૃષિ ક્ષેત્રે દરેક ખેડૂત ની આવક બમણી થાય એવા લક્ષ્ય સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલ માં મૂકી છે.ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત જાહેર કરાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાનું રાજ્યના વિવિધ જિલ્લા અને વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *