સુરતમાં એક એવી ફરિયાદ નોંધાઈ, જે સાંભળી તમે ચોંકી જશો. અલબત્ત હસતાં હસતાં.

સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, તે સાંભળીને તમે તમારું પેટ પકડીને પણ હંસી રોકી શક્સો નહીં. જ્યાં લોકો ઘરફોડ ચોરી કે બળાત્કારની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનના ચપ્પલો ઘસી નાખતા હોય છે. ત્યારે સરથાણા પોલીસે 150 રૂપિયાની કિંમતનું ડંડાવાળું પોતું ચોરાયાની ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ઓફિસની બહાર પાર્ટીશન બહાર સુકવવા માટે પોતુ મુક્યું હતું, જે કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે પોતા ચોરને ઝડપી પાડવા સીસીટીવીના આધારે ચક્રોગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉત્રાણ ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે કે, સહજાનંદ બિઝનેસ હબમાં દુકાન નંબર 13માં તેમની ઓફિસ આવેલી છે, પોતાની ઓફિસ બહાર કાચના પાર્ટીશનની બહાર ચોથી સપ્ટેમ્બરના રોજ ડંડાવાળુ પોતું મુક્યું હતું. બાદમાં દરવાજો બંધ કરી જનકભાઈના સાળા કેવલભાઈ ક્યાડાની સાથે કામ અર્થે બહાર ગયા હતા, અને સાંજે આઠેક વાગ્યે પરત ફર્યા હતાં.

આ દરમિયાન ડંડાવાળુ પોતું ગાયબ હતું, જેથી આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે. જોકે પોતાની ઓફિસમાં લાગેલા સીસીટીવી ચેક કરતા એક યુવાન આ દંડા વાળું પોતું ચોરી કરતો કેમેરામાં કેદ થતા દુકાનના માલિકે આ મામલે ફરિયાદ કરવાનું વિચાર્યું હતું. જોકે લોકો અવારનવાર કહેતા હોય છે કે, અમારી બાઈક ચોરાઈ ગઈ, મોબાઈલ ચોરાયો કોઈ ફરિયાદ લેતું નથી.

ફરિયાદીનું કહેવું છે કે, અમારૂં ડંડાવાળું પોતું 150ની જ કિંમતનું છે. ચોરી જ ન થવી જોઈએ. ચોરી થાય તો પોલીસે ફરિયાદ લઈને આરોપીની તપાસ કરીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ એ હેતુથી આ ફરિયાદ કરી છે. જોકે પહેલા તો પોલીસ મથકે જઈને બનેલી ઘટનાઈ જાણકારી આપતા પોલીસ પણ હંસવા લાગી હતી, પણ સીસીટીવી જોયા બાદ પોલીસે પણ આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તમને જણાવી દઈએ કે, જેમની ઓફિસ બહાર આ ઘટના બની છે તે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર છે. તેમનું કહેવું છે કે, મારી ઓફિસ બહારથી પોતું ચોરવા માટે કોઈએ ઈરાદાપૂર્વક હેરાન કરવા આ કર્યું છે. બે જણ એક્ટિવા પર આવે છે. એ દરમિયાન એક ફોર વ્હિલર પણ આવે છે. મારી ઓફિસ નજીકથી એક વ્યક્તિ એક્ટિવા પર આવનારને આ પોતું આપતો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જોકે આ ઘટના હાલ ટોકબંધી ટાઉન બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *