ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો.

રાજ્યમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.આ તત્વોને નેસ્ત નાબુદ કરવા માટે પાસાના કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વટ હુકમ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.પાસા કાયદામાં ગુજરાત સરકારે જે જે સુધારા કર્યા છે. એની તમામ વિગતો.

  • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે
  • સાયબર ગુનાઓના નિયંત્રણ માટે ઇંફોર્મેશન ટેકનોલોજી એકટની જોગવાઇઓ પ્રમાણેના ગુનાઓ કરતી કે કરવાનો  પ્રયાસ કરતી વ્યક્તિઓને  સાયબર ઓફેન્ડર ગણવામાં આવશે.
  • ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમની જોગવાઇઓ હેઠળના વિવિધ ગુનાઓ પૈકીનો કોઇ ગુનો જેવો કે વ્યાજના હપ્તાની વસુલાત સહિત શારીરીક હિંસા – ધમકી આપતી વ્યક્તિ દોષિત ગણાશે
  • જાતિય ગુનાઓ સંદર્ભે પોક્સોના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે
  • રાજ્યમાં અમલી પાસાના કાયદામાં સુધારો કરવા રાજ્ય સરકાર લાવશે વટ હુકમ

‘જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિને પાસા એક્ટ હેઠળ આવરી લેવાયા છે. જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં દોષિત ઠરી હોય અને એવી રીતે દોષિત ઠર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર પોતે અથવા ટોળીના સભ્ય કે સરદાર તરીકે ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશીશ કરે અથવા તે કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ સામે પગલા લેવામાં આવતા હતા. આ સુધારાના કારણે હવે ‘જાહેર જુગારના અડ્ડાનો હવાલો  ધરાવનાર વ્યક્તિ’ ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ  શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયાસ કરે અથવા કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ ગુનેગાર ગણાશે.

ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને આ વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે.

આ કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારને વ્યાખ્યાઇત કરવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા વિ,. હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો સમાવેશ કરાયેલ છે.

રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગીરી કરે તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

પાસા કાયદા હેઠળ ‘ભયજનક વ્યક્તિ’ને વ્યાખ્યાઇત કરેલ છે જે અનુસાર વ્યક્તિ પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે, મદદગારી કરે તે વ્યક્તિ આ સુધારાથી હાલની કલમમાં સુધારો કરાયો છે. જેમાં ‘ભયજનક વ્યક્તિ’ એટલે એ વ્યક્તિ પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે કે મદદગારી કરે તે વ્યક્તિ સામે પગલા લેવાશે.

પ્રવર્તમાન કાયદાની હાલની પેટા કલમમાં દારુનો ગેરકાયદે ધંધો કરનાર, જુગારનો અડ્ડો ચલાવનાર, ક્રુર વ્યક્તિ, ભયજનક વ્યક્તિ, ઔષધ ગુનેગાર, અનૈતિક વ્યાપાર ગુનેગાર, મિલ્કત પચાવી પાડનાર, જાહેર વ્યવસ્થા જાળવી રાખનારને પ્રતિકુળ અસર કરનાર કે તેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલ હોય અથવા તેમાં રોકાવા માટે તૈયારી કરતી હોય ત્યારે આવી વ્યક્તિ, ‘જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને બાધ આવે તેવી રીતે કામ કરે છે’ તેમાં સુધારો કરીને સાયબર ગુનો કરનાર, અથવા નાણાની ધીરધાર સંબંધી ગુનો કરનાર અથવા જાતીય ગુનો કરનાર વ્યક્તિઓને પણ સમાવી લેવામાં આવેલ છે.

સાયબરના ગુનાઓથી થતી છેતરપીંડીમાં આમ નાગરિકને બહુ જ મોટું આર્થિક નુકસાન ભોગવવાનું આવે છે. સાયબર ક્રાઇમ એ એક વિશ્વવ્યાપી ગુનાહિત પ્રવૃત્તિ છે. સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે આઇ.ટી. એક્ટમાં આરોપીઓને સજા કરવાની જોગવાઇઓ છે. પરંતુ ગુનાની મોડસ ઓપરેન્ડી વિવિધ પ્રકારની હોવાથી ગુનાની તપાસથી શરૂઆત કરીને ન્યાયાલયમાં આખરી ચુકાદા મેળવવામાં સમય લાગી જાય છે. આ પરિસ્થિતિમાં ગુનો આચરનાર વ્યક્તિ આવા ગુના કર્યા પછી અને આવા ગુનાઓ ધ્યાને આવ્યા બાદ ફરીથી અન્ય કોઇને તેની જાળમાં ન ફસાવે તે માટે પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કામગીરી ચાલે તે દરમ્યાન તેને અટકાયતમાં લઇ લેવાથી સમાજના નિર્દોષ લોકો તેના ગુનાનો શિકાર બનતા અટકશે. આથી હાલના કાયદામાં સાયબર ક્રાઇમની  કેટેગરી ઉમેરવામાં આવી રહી છે.

મહિલાઓ અને બાળકો ઉપર થતા જાતિય ગુનાઓ માટે આઇ.પી.સી.ની કલમ ૩૫૪, ૩૭૬ અને ૩૭૭માં આરોપીને શિક્ષા કરવાની જોગવાઇ છે. આઇ.પી.સી.ની કલમ ૩૭૬ની જોગવાઇઓને તાજેતરમાં વધારે કડક બનાવી છે. પાસા કાયદાની હાલની જોગવાઇ પ્રમાણે જાતિય ગુના આચરનાર વ્યક્તિની ‘ભયજનક વ્યક્તિ’ ની કેટેગરીમાં અટકાયત થઇ શકે છે. પરંતુ સાંપ્રત સમયમાં જાતિય ગુનાએા એ સમાજ માટે આંખ ખોલનારી બાબત બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *