અસામાજીક તત્વોથી વધુ સુરક્ષા પુરી પાડવા ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) વટ હુકમ, ૨૦૨૦ લવાશે.

  • ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી.
  • દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.
  • ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ
  • જેમાં કોઇ ગુંડો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતો હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની  કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ
  • રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ ગુંડાને ગુનો કરવા પ્રેરીત કરે કે મદદ કરે અથવા ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ
  • આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે દસ હજારથી વધુ નહિ તેટલા દંડ સહિત અથવા દંડ વિના, છ મહિનાથી વધુ નહિ તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે.
  • પોલીસ અધિકારીને સહાયરૂપ થવા પુરાવાની યોગ્ય ચકાસણી માટે વ્યવસ્થા: ન્યાયિક તપાસ ઝડપી થાય તે માટે વિશેષ અદાલતો સ્થપાશે.
  • સાક્ષીઓને પુરતું રક્ષણ અપાશે : તેમના નામ, સરનામાની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *