સુરતમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, વેપારી, હીરાદલાલ સહિત નવ લોકોની ધરપકડ.

સુરતમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે.જેમાં વેપારી, હીરાદલાલ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિધરપુરા પોલીસે જુગારધામ ખાતેથી જપ્ત કરેલી મોંઘીદાટ કાર પોલીસ સ્ટેશનના બદલે મનપાના મલ્ટીલેવલ પાર્કિંગમાં રાખતા ગણગણાટ શરુ થવા પામ્યો છે.

 પોલીસે બંગલા નં.20માં પહેલા માળે જુગાર રમતા વેપારી મિહિર કિશોર પટેલ, નોકરીયાત વિપુલ કિશોર પટેલ, હીરાદલાલ મનહર જયરામ પટેલ, વેપારી જયદીપ કમલેશ બ્રહ્મભટ્ટ, વેપારી દિનેશ ગોરધન પટેલ, જમીનદલાલ અશ્વીન સુરેશ પટેલ, આંગડીયા પેઢીના સંચાલક રાકેશ ધીરુભાઈ ભાદાણી, ડ્રાઇવર જીગ્નેશ હરેન્દ્ર પટેલ અને ટેક્ષ્ટાઈલ વેપારી મુકેશ હિંમત માલાણીને ઝડપી પાડ્યા હતા.

મહિધરપુરા પોલીસે  એક હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું છે. જોકે, જુગારધામ ઝડપવાની સાથે સાથે પોલીસ વિવાદમાં પણ આવી છે. પોલીસે સુમુલ ડેરી વિસ્તારના સરદારનગર સોસાયટી )ના એક બંગલામાં ગત રાત્રે છાપો મારી ત્યાં જુગાર રમતા 9 જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંગલા નં.20માં પહેલા માળે જુગાર રમતા વેપારી મિહિર કિશોર પટેલ, નોકરીયાત વિપુલ કિશોર પટેલ, હીરાદલાલ મનહર જયરામ પટેલ, વેપારી જયદીપ કમલેશ બ્રહ્મભટ્ટ, વેપારી દિનેશ ગોરધન પટેલ, જમીનદલાલ અશ્વીન સુરેશ પટેલ, આંગડીયા પેઢીના સંચાલક રાકેશ ધીરુભાઈ ભાદાણી, ડ્રાઇવર જીગ્નેશ હરેન્દ્ર પટેલ અને ટેક્ષ્ટાઈલ વેપારી મુકેશ હિંમત માલાણીને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ હાઇપ્રોફાઈલ જુગારધામમાં રેડ પાડી રોકડા રૂ.5.85 લાખ, રૂ.2.25 લાખના 11 મોબાઈલ ફોન, મોંઘી દાટ 7 ફોર વ્હીલર, ટુ-વ્હીલર મળી કુલ રૂ.82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અહી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે આ હાઇપ્રોફાઈલ જુગારધામમાં જપ્ત કરેલી મોંઘીદાટ કારને પોલીસ મથકમાં મૂકવાના બદલે સુરત મહાનગરપાલિકાના મલ્ટીલેવલ પાર્કિંગમાં મૂકી છે.

 કિર્તેશ પટેલ, સુરત : મહિધરપુરા પોલીસે (Mahidharpura Police- Surat) એક હાઇપ્રોફાઇલ જુગારધામ (Gambling Den)ઝડપી પાડ્યું છે. જોકે, જુગારધામ ઝડપવાની સાથે સાથે પોલીસ વિવાદમાં પણ આવી છે. પોલીસે સુમુલ ડેરી વિસ્તારના સરદારનગર સોસાયટી (Sardarnagar Society)ના એક બંગલામાં ગત રાત્રે છાપો મારી ત્યાં જુગાર રમતા 9 જુગારીને ઝડપી પાડ્યા હતા. તમામ પાસેથી રોકડા રૂ.5.85 લાખ, 11 મોબાઈલ ફોન, ફોર વ્હીલર, ટુ વ્હીલર મળી કુલ રૂ.82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અહી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે આ હાઇપ્રોફાઈલ જુગારધામમાં જપ્ત કરેલી મોંઘીદાટ કારને પોલીસ મથકમાં મૂકવાના બદલે સુરત મહાનગરપાલિકાના મલ્ટીલેવલ પાર્કિંગમાં મૂકી છે.

અને પરિણામે જુગારધામમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. સામાન્ય રીતે જુગારધામા ઝડપાયેલી કારને પોલીસ મથકમાં કબજે રાખવાની હોય છે. પરંતુ મહિધરપુરા પોલીસે ઝડપેલી મોંઘીદાટ કારોને પોલીસ મથકમાં રાખવાના બદલે સુરત મહાનગરપાલિકાના મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકી છે. અન્ય આરોપીઓના ટુ-વ્હીલર, રિક્ષા કે કાર કે વાહનને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં મૂકનારી પોલીસ હવે તમામ મોંઘી કારોને આ રીતે મનપાના પાર્કિંગમાં જ પાર્ક કરશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *