1 ઓગષ્ટ 2018 ના પરિપત્ર અંગે હાઈકોર્ટૅ શું નિર્ણય કર્યો ?

અનામત અંગેના 1 ઓગષ્ટ 2018 ના પરિપત્ર અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. હાઈકોર્ટૅ કેટલીક જોગવાઈઓને રદ્દબાત્તલ જાહેર કરી. 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી. ભરતીના નિયમોથી વિપરીત જોગવાઈ હોવાની રજૂઆત થઈ હતી. ઓપન કેટેગરીની મહિલાઓને ઓપન કેટેગરીમાં જ ગણવી. રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને નિર્દેશ કર્યા છે. મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે.

Image

જે તે અનામતની કેટેગરીમાં ગણી શકાશે નહિ. ગુજરાત જાહેર સેવા આયોગને હાઈકોર્ટે આપ્યા મહત્વના નિર્દેશ.હાઈકોર્ટના હુકમની સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટૅગરીની ભરતીમાં થશે. પુરુષોને ઓપન કેટેગરીમાં મળતાં લાભ હવે મહિલાઓને પણ મળશે.

Image

7 તબક્કામાં મહિલા અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સુચન કરવામાં આવ્યું છે. મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે હાઇકોર્ટે દ્રષ્ટાન્ત આપ્યા છે. જો 100 બેઠક પરની ભરતી હોય તો સીધી લિટીની મહિલા અનામત માટેનો દાખલો આપ્યો છે. જેમ કે 100 બેઠકો પર ઓપન કેટેગરીમાં 17 મહિલાઓ, અનુસૂચિત જાતિમાં 4 મહિલાઓ અનુસૂચિત જનજાતિમાં 6 મહિલાઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાતવર્ગની કેટેગરીમાં સાત મહિલાઓ માટે અનામત રાખવી. મહિલાઓ માટેની ૩૩% મહિલા અનામત જે તે કેટેગરીમાં પૂર્ણ કરવામાં મહિલાઓની સંખ્યા ખૂટતી હોય તો મેરીટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં પુરૂષ ઉમેદવારની એટલી સંખ્યા ઘટાડી ત્યાં મહિલાઓનો સમાવેશ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *