ઘી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે નાણા મંત્રી નિર્મલા સીતારમણને કઈ કઈ રજૂઆતો કરી ?

ઘી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ નું એક પ્રતિનિધિ મંડળ આજ રોજ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને મળ્યું હતું. કાઉન્સિલ ના પ્રાદેશિક અધ્યક્ષ શ્રી દિનેશભાઈ નવાડીયા ની વિનંતી ના પગલે માનનીય સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ ના પ્રયાસો થકી શક્ય બનેલી આ મુલાકાત માં શ્રીમતી દર્શનાબેન જરદોશ, કાઉન્સિલના ચેરમેન શ્રી કોલિન શાહ, કારોબારી સંચાલક શ્રી સબ્યાસાચી રે, ડિરેક્ટર – પોલિસી શ્રી કે. કે. દુગ્ગલ ઉપસ્થિત રહ્યા હતા

મિટિંગ દરમિયાન ૧ એપ્રિલ, ૨૦૨૦ થી લાગુ પડેલ ધારા 165 A. થી ઓનલાઈન વ્યવહારો થકી જે ડાયમંડ ખરીદવામાં આવશે તેના પર 2% એકવીલાઇઝશન લેવી લાગુ થાય છે અને તેને લઇને માઇનિંગ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રી માં કાચા માલ ની કિંમત વધી જવાને લઇ ને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ B2B. વ્યવહારો પર તે લાગુ પડે છે કે નહિ તે બાબતે ખુલાસો આવ્યો નથી તો આ કલમ ની જોગવાઈઓ વિષે ખુલાશો બહાર પાડવામાં આવે અને તેમાંથી ઇન્ડસ્ટ્રીના B2B. વ્યવહારો બાકાત રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે જે સ્પેશ્યલ નોટિફાઇઝ્ડ ઝોન બનાવામાં આવ્યા છે તેમાં પ્રિઝમપ્ટીવ ટેક્સ / ટર્નઓવર ટેક્સ લાગુ કરવામાં આવે તો માઇનિંગ કંપની માટે વેચાણ શક્ય બને. પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રકચર માં વેચાણ ની શક્યતા નહિવત છે જેથી માત્ર વ્યૂઇંગ / ઔકશન જ શક્ય બને છે અને માલ પાછો મોકલી રી-ઈમ્પોર્ટ કરવો પડે છે. તો સત્વરે આ માટે યોગ્ય જાહેરાત કરવામાં આવે તે માટે ની રજૂઆત કરવામાં આવી હતી

માનનીય મંત્રીશ્રીએ રજૂઆતો માટે હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા માટે જણાવ્યું હતું. કાઉન્સિલ માનનીય મંત્રીશ્રી તથા શ્રીમતી દર્શનાબેન જરદોશ નો ખાસ આભાર વ્યકત કરે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *