ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો સપાટો. મેંડેટ ન પાળનારા 38 સભ્યોને પાણીચું પકડાવ્યું.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્શનમાં આવ્યા છે. અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરી છે. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને મેન્ડેટનો અનાદર કરનારા 6 જિલ્લાના 38 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા સભ્યોએ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કર્યો હતો. ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13, હારીજમાં 4, ખેડબ્રહ્મામાં 2, થરાદમાં 3 અને તળાજામાં 2 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

રાજકોટ અને કચ્છમાં સૌથી વધુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓને સસ્પેંડ કરવામાં આવતાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને પક્ષ વિરોધી કાર્ય કરનારા કાર્યકર્તાઓમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 6 નપાના કુલ 38 સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *