ગુજરાતમાં જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ. જાણો વિગતો.

જમીનોની માપણી માટે આ અગાઉ અરજદારશ્રીએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક (DILR) કચેરીમાં અરજી કરવાની રહેતી હતી તેમજ માપણી ફી ચલણથી બેંકમાં ભરી કચેરીમાં રજૂ કરવાની થતી હતી. હવે, મહેસુલ વિભાગના iORA પોર્ટલ પર જમીન માપણીની કામગીરી ઓનલાઈન કરવાથી અરજદારશ્રી માપણી માટેની અરજી દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન કરી શકશે તેમજ સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી થશે અને માપણી ફી ઓનલાઇન ભરી શકશે. જેથી, અરજદારને કચેરીમાં રૂબરૂ જવામાંથી મુક્તિ મળશે જેને કારણે સમયની બચત થશે અને ઝડપી કામગીરી થશે.

આ ઉપરાંત, સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ ઓનલાઇન મેળવી લેવામાં આવે છે. આથી, અરજદારને ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી પણ મુક્તિ મળેલ છે. માપણીની અરજીની સર્વેયરને ફાળવણી સીસ્ટમ દ્વારા સ્વયંસંચાલિત રીતે કરવામાં આવે છે. માપણીની નિયત કરેલ તારીખ તેમજ તબક્કાવાર કામગીરીની જાણ અરજદારને SMS/Email દ્વારા સીસ્ટમ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રગતિ અરજદાર iORA પોર્ટલ પરથી ટ્રેક કરી શકશે. અરજી પરની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ પણ Email દ્વારા મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, હિસ્સા માપણીના કિસ્સાઓમાં તેમની હિસ્સા માપણી મુજબની ફેરફારની નોંધ પણ ઓનલાઈન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *