અમદાવાદ મંડળને મળ્યું ભારતીય રેલ્વેનું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક એન્જિન

ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG- 12 ત્રણ દિવસ માટે અમદાવાદ મંડળ ને મળ્યું છે જ્યાં આને સફળતા પૂર્વક ચલાવવા માટે સબંધિત સ્ટાફ ને આવશ્યક પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે માનનીય પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર ભારત ના સપના ને સાકાર કરતાં આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેલ એન્જિન છે જે 12000 હોર્સ પાવર નું છે તથા 6000 ટન ક્ષમતા ની માલગાડીને 100 KMPH ની ક્ષમતા થી ટ્રેક પર દોડી શકે છે અને આમાં હાઈરાઇજ પેંટોગ્રાફ છે. વર્તમાન માં આને અમદાવાદ મંડળ ના 100 લોકોપાયલોટ અને સહાયક લોકો પાયલોટ ને ટ્રેનીંગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.અત્યાર માં આ4 રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા બોટાદ-ધોળા જં રેલ ખંડો માં કાર્ય કરશે તથા સબંધિત મંજૂરી મળ્યા પછી આને અમદાવાદ-પાલનપુર તથા અમદાવાદ-ગાંધીધામ રેલખંડો પર ચલાવવામાં આવશે.

શ્રી ઝા ના અનુસાર આ રેલ એન્જિન નું નિર્માણ મધેપુરા ઇલેક્ટ્રીક લોકોમોટિવ પ્રા.લિ માં કરવામાં આવી રહ્યું છે તથા આ 1GBT બેસ 3 ફેજ ડ્રાઈવ તથા 12000 HP ની વીજળી નું એન્જિન છે જેનાથી આવનારા સમય માં પૂર ઝડપે માલગાડીઓ દોડાવવામાં આવશે તથા ટ્રેક પર ટ્રેનો નું સંચાલન સુગમતા પૂર્વક કરી શકાશે તથા કાર્ગો સ્પીડ વધશે અને રોડ ટ્રાફિક ને પુન: રેલ્વે તરફ આકર્ષિત કરવામાં સહાયક થશે. આ અત્યાધુનિક રેલ એન્જિન ના પરિચાલન થી ડીઝલ અને વિદેશી મુદ્રા ની બચત થશે તથા એર પોલ્યુશન તથા કાર્બન ફૂટપ્રિંટ બને ઓછું થઈ શકશે.ભારતીય રેલ્વે માં જ્યાં ટ્રેક પર વળાંક અને ચઢાઈ થાય છે તથા લોડ પર બેકિંગ પાવર ની જરૂરત પડે છે આ એન્જિન થી તે નિર્ભરતા સમાપ્ત થઈ જશે તથા એકલું આ પોતાની જાતે 6000 ટન ક્ષમતા ની માલગાડી ને પૂરી સ્પીડ થી ચલાવવામાં સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *