ઓગષ્ટ માસના તમામ તહેવારોની ઉજવણી અંગે રાજ્ય સરકારે શું નક્કી કર્યુ ?

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજય સરકારનો મહત્વનો નિર્ણય.ઓગસ્ટ મહિનાના તમામ પ્રકારની શોભાયાત્રા, લોકમેળાઓ,જુલૂસ, પદયાત્રા જેવી જાહેર ઉજવણી પર પ્રતિબંધ.
ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત કરતાં જણાવ્યું કે તમામ પ્રકારના લોકમેળાઓ જેમા તરણેતરનો મેળો, અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો,શ્રાવણી અમાસનો મેળો, તાજીયા જૂલૂસ, ગણેશ મહોત્સવની જાહેર ઉજવણી, મુર્તિ વિસર્જન માટૅની શોભાયાત્રાઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના સંક્રમણમાં વધારો ન થાય અને વિવિધ મંડળોની રજૂઆતોને ધ્યાને લઈ રાજય સરકારે કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોક્મેળા, તાજીયાના જૂલૂસ, પર્યુષણ પર્વની જાહેર ઉજવણી,જન્માષ્ટમીની જાહેર ઉજવણી બંધ કરવાનો રાજય સરકારે નક્કી કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *