રાજય સરકારની ઉધોગ નીતિ માટે મહત્વની જાહેરાતો.

રાજય સરકારની ઉધોગ નીતિ માટે મહત્વની જાહેરાતો.

  • જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું સસ્ટેનન્સ એલાઉન્સ 25,000/- પ્રતિ માસ એક વર્ષ માટે કરવામાં આવ્યું.
  • નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.
    રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે ખાનગી કંપનીઓને 5 કરોડ રૂપિયાની સહાય અપાશે.
  • સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ રૂ.20 લાખથી વધારીને રૂ.30 લાખ સુધીનો કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ એલાઉન્સને એક વર્ષ માટે રૂ. 10,000 પ્રતિ માસથી વધારીને રૂ. 20,000 કરવામાં આવ્યું.
  • MSME ક્ષેત્ર માટે ‘પહેલા પરમિશન, પછી પ્રોડક્શન’ની નીતિનમાં 360 ડિગ્રી બદલાવ કરીને ‘પહેલા પ્રોડક્શન,પછી પરમિશન’ને મહત્વ આપી રહ્યા છીએ.
  • MSME સેક્ટર સોલારનો ઉપયોગ કરશે તો પાવર સાયકલ 15 મિનિટથી વધારીને સવારના 7થી વધારીને સાંજના 6 વાગ્યા સુધીની રહેશે સૂર્ય ઉર્જાથી વધારાની વીજળી ઉત્પન્ન થશે તે રાજ્ય સરકાર 2.25 રૂપિયા પ્રતિ યુનિટના લેખે ખરીદશે.
  • MSME સેક્ટરમાં પ્રોડક્ટનું વૈશ્વિક સ્તરે માર્કેટિંગ કરવા સરકાર મદદ કરશે સેવાક્ષેત્રમાં MSME સેક્ટરને 7% સબસિડી આપવામાં આવશે MSME સેક્ટરમાં ટેકનોલોજીના અપગ્રેડેશન માટે 7 વર્ષ સુધી 35 લાખની સબસિડી સહાય આપવામાં આવશે.
  • મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં શ્રમિકોને સરકારી આવાસ માટે સરકાર સહાય કરશે.
  • ઔદ્યોગિક રોકાણો માટેના ઈરાદાપત્રો(IEM) મેળવવામાં ગુજરાત 51% ના હિસ્સા સાથે દેશમાં સૌથી આગળ. 2019 દરમિયાન ગુજરાતમાં પ્રપોઝ ઇન્વેસ્ટમેન્ટમાં 333%નો વધારો થયો છે. વર્ષ 2019-20માં ગુજરાતમાં FDI માં 240%નો વધારો થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *