ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 7 દરવાજા 6 ફૂટ ખોલાયા.તાપી છલોછલ.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ ડેમમાં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 7 દરવાજા ખોલી તાપી નદી માં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે..તા.23મી ઓગસ્ટના રોજ હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 7 દરવાજા 6 ફૂટ ખોલી 85 હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.

હાલ ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો તા.23મી ઓગસ્ટ નારોજ સવાર ના 8 કલાકે ઉકાઈ ડેમની સપાટી 332.31 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 1,00,339 કયુસેક છે. તેની સામે 85,919 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *