રાજયની કોવિડ 19 અપડૅટ મુજબ ૧૨૧૨ નવા કેસો નોંધાયા.

રાજ્યમાં આજે કોરોનાના 1212 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 980 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે..શનિવારે રાજ્યમાં કુલ 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1157.82 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16,95,325 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1212 કેસ નોંધાયેલા છે. આજ રોજ 980 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 68,257 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે.

રાજ્યમાં હાલ 14,538 કેસ સક્રિય છે, જેમાંથી 85 દર્દીઓ વેન્ટીલેટર પર છે તો 14,453 દર્દીઓની તબિયત સ્થિર છે…રાજ્યમાં અત્યાર સુધી કુલ 68,257 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે…તો 2883 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે..આજે 14 દર્દીઓના દુ:ખદ નિધન થયા..જેમાં અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશનના 3, સુરત ગ્રામ્ય વિસ્તારના 3, જૂનાગઢના 2, કચ્છના 1, પાટણના 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *