સોનુ સુદને સરેરાશ કેટલા મેસેજ મળે છે મદદ મેળવવા માટે ?જાણીને તમે પણ કહેશો કે સોનુ સુદ બોલીવુડનું સોનું છે.

કોરોનાકાળમાં અન્યોની મદદ કરીને લોકોની ખૂબ પ્રશંસા મેળવનાર સોનુ સુદે એમને મદદ માટે આવતા મેઈલ્સ, ફેસબુક મેસેજ, ઈંસ્ટાગ્રામ મેસેજ અને ટ્વીટર મેસેજના આંકડા પહેલી વખત રજૂ કર્યા છે. એક જ દિવસમાં સોનુને મળેલા આ મેસેજના આંકડા જોઈને ખ્યાલ આવે છે કે સોનુ સુદ પાસે લોકોને કેટલી અપેક્ષા છે.

સોનુએ આજે સવારે ટ્વીટ કરીને લખ્યું કે – 1137 મેઈલ, 19000 ફેસબુક મેસેજ, 4812 ઈન્સ્ટા મેસેજ અને 6741 ટ્વિટર મેસેજ. આ આજના હેલ્પ મેસેજીસ છે. એવરેજ આંકડાની વાત કરીએ તો મને લગભગ રોજ આટલી રિક્વેસ્ટ મળે છે. એક માણસ હોવાથી મારા માટે આટલા લોકો સુધી પહોંચવું અસંભવ છે. પરંતુ તેમ છતાં હું મારો બનતો પ્રયાસ કરું છું.સોનુને લોકો ટ્વીટર કે અન્ય ઓશ્યલ મીડીયાન માધ્યમથી સંપર્ક કરીને મદદની અપેક્ષા રાખે છે અને સોનુ એ લોકોને બનતાં પ્રયત્નો કરીને મદદ પણ કરે છે.

પ્રજ્ઞા નામની એક યુવતીએ પગના ઓપરેશન માટૅ સોનુને જાણ કરતાં સોનુએ તાત્કાલિક ગાઝિયાબાદના ડોક્ટર અખિલ યાદવને જાણ કરીને યુવતીના પગનું ઓપરેશન કરાવી આપ્યું હતું આભાર પ્રકટ કરતાં પ્રજ્ઞા મિશ્રા નામની યુવતીએ જે પંકતિઓ કહી એ તમને પણ સ્પર્થી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *