ગણોત ધારામાં સુધારો કરી ગુજરાત સરકારનો અભૂતપૂર્વ નિર્ણય.

ગુજરાત સરકારે ગણોત કાયદામાં કર્યો સુધારો. રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિં લેવી પડે આ પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડતી હતી.રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે ખરીદેલી જમીનનો ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તો GDCRની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચાણ થઇ શકશે.પ્રમાણપત્ર મળ્યા બાદના ૩ થી પ વર્ષ માટે ૧૦૦ ટકા-પ થી ૭ વર્ષ માટે ૬૦ ટકા-૭ થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા-૧૦ વર્ષ પછી રપ ટકા પ્રવર્તમાન જંત્રીની નક્કી કરેલી કિંમતે આવી જમીન વેચાણ કરી શકાશે.

ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થામાં અંત આવશે.ગુજરાત મેડીકલ-એન્જીનીયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથોસાથ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સહિતનું હબ બન્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે.

આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે.ડેટ રીકવરી-દેવા વસુલી, NCLT, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં  જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *