સુશાંત રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટૅ મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીને ઝાટકો આપ્યો.

આજે સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસને મંજૂરી આપી છે. બિહાર સરકારની CBI તપાસની અરજી સામે મહારાષ્ટ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો. આ બધાની વચ્ચે રિયા ચક્રવર્તીએ પટનાથી કેસ મુંબઈ ટ્રાંસફર કરવાની અરજી કરી હતી. સુશાંત કેસમાં શંકાની સોય સુશાંતની ગર્લફ્રેંડ રિયા અને એના પરિવાર તરફ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિહાર સરકારે CBI ને તપાસ સોંપવાની ભલામણ એ કાયદેસર છે અને એમાં કંઈ જ ખોટું નથી. સાથે જ સુપ્રીમ કોર્ટૅ કહ્યું કે પટનામાં નોંધાયેલ ફરિયાદ પણ વાજબી છે. સાથે જ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને સહયોગ આપવા માટૅ પણ કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *