ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને અન્ય નેતાઓના હત્યાનું કાવતરું ATS એ નિષ્ફળ બનાવ્યું.

ભાજપના નેતા ગોરધન ઝડફિયાનું હત્યાનું કાવતરું ATS એ નિષ્ફળ બનાવ્યું. મોડી રાતે ઓપરેશન પાર પાડી ATSની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો.શાર્પ શૂટર છોટા શકીલ ગેંગનો હોવાની પ્રાથમિક માહિતી. પોલીસ અધિકારીઓ પર શાર્પ શૂટરોએ ગોળીબાર કર્યો.

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરાનો પદાર્ફાશ થતાં ગૃહ વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરુ થયો હતો. અમદાવાદ A.T.S. અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ છોટા શકીલ ગેંગના એક કથિત ગેંગસ્ટરની અમદાવાદના રીલીફ રોડ પરથી કરી ધરપકડ.

થયેલ કાર્યવાહી અંગે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવા એક શખ્સ આવેલો છે, આવી માહિતી મળતા.ગુજરાત પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડને મળેલી માહિતીના આધારે અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પોતાની કમરના ભાગે લોડેડ બંદૂક રાખેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તેની ધરપકડ કરવા જતા તેણે ફાયરિંગ કર્યુ હતું. જોકે, એ વખતે કોઈને ઇજા થઈ નહી પરંતુ પોલીસ તેની પર તૂટી પડી અને તેને ઝડપી પાડ્યો હતો.’

‘ઝડપાયેલા શખ્સની ટેકનિકલ તપાસના આધારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ અમારા નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હતો. તેમની હત્યાની સોપારી આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અમે તાત્કાલિક ગોરધનભાઈને જાણ કરી છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે.’

પ્રદિપસિંહે ઉમેર્યુ કે ‘વારંવાર ગુજરાતના નેતાઓ નિશાને હોવાની માહિતીઓ પોલીસ વિભાગને મળતી રહેતી હોય છે. આ કેસમાં પણ ગુજરાતની પોલીસની સતર્કતાના કારણે એક શખ્સ પકડાયો છે. જ્યારે હત્યા કરવા બે વ્યક્તિ આવ્યા હતા, બીજો વ્યક્તિ આ હુમલાખોર સુધી પહોંચી નહોતો શક્યો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *