રાજયમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા 21 થી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થશે.18 થી 22 ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા સુુચના આપવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલ આગાહી પ્રમાણે ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.

આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાતના વિવિધ ભાગો જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારે જ્યારે ખેડા, આણંદ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *