સુરત શહેર – ગ્રામ્ય અને રાજય સરકારની કોવિડ 19 યાદી.


જાણો સુરત શહેરમાં ક્યા ઝોનમાં સૌથી વધુ નવા કેસો નોંધાયા અને ક્યા તાલુકાએ ગ્રામ્યનો પોઝિટીવ કેસોનો આંકડો મોટો બનાવ્યો ? રાજયમાં સુરત, વલસાડ, તાપી, ભરુચ, નવસારી જિલ્લામાં નોંધાયેલ કેસોની વિગતો.

સુરત શહેરમાં આજ રોજ 175 નવા કેસો નોંધાયા હતાં અને 4 દર્દીઓ મૃત્યુ પામ્યા હતાં જ્યારે એક સાથે 305 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતાં. સૌથી વધારે નવા કેસો કતારગામ ઝોનમાં તો સૌથી ઓછાં વરાછા ઝોન બી માં નોંધાયા હતાં.

નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 80,942 પર પહોંચી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,07,188 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,06,400 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 816 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14410 છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર છે અને 14332 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં નવા 20 દર્દીઓના મોત થયા છે, જેની સાથે મોતનો કુલ આંકડો 2822 થયો છે. આજે સુરત જિલ્લામાં નવા 252 અને અમદાવાદ જિલ્લામાં 165 નવા કેસ અને વડોદરા જિલ્લામાં 111 નવા કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *