મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Mainsને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી

IIT-JEE અને NEET પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતાં સુપ્રીમકોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, ” એક બહુમૂલ્ય વર્ષને આમ જ વેડફી ન દેવાય. ” સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજાવાની છે. વિવિધ પરીક્ષાઓ રદ્દ કરવાને લઈને વિધાર્થીઓ વડે અને વાલીઓ વડે સતત અભિયાન ચલાવાતાં રહે છે એ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષાઓના આયોજનની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. તેની સાથે જ પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપવામાં આવી છે. જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Mainsને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *