અંકિતા લોખંડએ એ થઈ રહેલા સવાલોનો પૂરાવા સાથે જવાબ રજૂ કર્યો.

સુશાંત મૃત્યુકેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સુશાંતની એક્સ ગર્લ્ફ્રેન્ડ અંકિતા લોખંડે પોતાના પર થઈ રહેલા સવાલોના જવાબ રજુ કરતા પુરાવા બતાવ્યા છે. સુશાંતના ખાતામાંથી અંકિતાના ઘરની ઈએમઆઈ ભરાતી હોવાની વાત વચ્ચે હવે અંકિતાએ પોતાના ઘરના રજીસ્ટ્રેશન અને એકાઉન્ટ્સની ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અંકિતાએ કહ્યુ કે આ સાથે હુ તમામ અટકળોને સમાપ્ત કરુ છે.. હુ જેટલી ટ્રાન્સપરન્ટ થઈ શકુ છું, આ મારા ઘરના રજીસ્ટ્રેશન તથા મારા બેંક સ્ટેટમેન્ટના પુરાવા છે. આનાથી વધુ હું કંઈ કહી નહિ શકુ. ઈડીની તપાસમાં જાણવા મળ્યુ હતુ કે મલાડમાં સ્થિત સાડા ચાર કરોડના ફ્લેટના ઈન્સ્ટોલમેન્ટ્સ સુશાંતના ખાતામાંથી ભરાતા હતા.. આ એ જ ફ્લેટ છે જેમાં અંકિતા રહે છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *