સોનુ સુદને એક બહેને મોબાઈલ ઈંટરનેટની સ્પીડ વધારી આપવા કહ્યું અને સોનુએ મસ્ત જવાબ આપ્યો.

મંજુ શર્મા નામની એક ટ્વીટર યુઝરે સોનુને ટેગ કરીને કહ્યું કે સોનુ એમના મોબાઈલનો ઈન્ટરનેટ સ્પીડ વધારી આપે પરંતુ સોનુએ બહેનને આડકતરી રીતે સ્પષ્ટ કરી દીધું કે બહેન તમારા કામ કરતાં પણ વધારે મહત્વના કામો છે.

સોનુએ ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે ” તમે આવતીકાલ સવાર સુધી સંભાળી લેશો ? કારણ કે હું હંમણા કોઈનું કોમ્પ્યુટર રિપેર કરાવવામાં, કોઈના લગ્ન નક્કી કરાવવામાં, કોઈની ટ્રેન ટિકિટ કન્ફર્મ કરાવવામાં તો કોઈના ઘરનો પાણીનો પ્રોબ્લેમ સોલવ કરવામાં વ્યસત છું. આવા અગત્યના કામો લોકોએ મને સોંપ્યા છે.કૃપા ધ્યાન આપશો. !”

લોક્ડાઉનના દિવસોમાં શ્રમિકોને ઘરે પંહોચાડવામાં, લોકોને ભોજન પૂરું પાડવામાં અને લોકોની મદદ કરવામાં સોનુએ કોઈ કસર છોડી નહોતી. બોલીવુડના કહેવાતાં દાનવીરો સામે સોનુએ ઉમદા કામ કરી સહુના દિલ જીતી લીધાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *