શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના ત્રણ પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિશ્રી દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના ત્રણ પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી હતી. સુરતના રાષ્ટ્રીય અનામત પોલીસ દળ, વાવ ખાતે ફરજ બજાવતા હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી રવિન્દ્ર બાબુરાવ ઘોડે અને હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી સુરેશભાઈ પટેલ તેમજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મદદનીશ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં દિપસિંહ પટેલની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ છે.

રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર સુરતના પોલીસકર્મીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *