વધુ એક બોલીવુડ ગાયકની હાલત ગંભીર. ચાહકો ચિંતિત.

બોલીવુડના પ્રખ્યાત ગાયક એસ. પી. બાલા સુબ્રમણ્યમની હાલત ગંભીર છે. કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ચેન્નઈની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જ હતાં. હાલમાં તેમની તબિયત બગડતાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના બુલેટિન પ્રમાણે, 13 ઓગસ્ટની મોડી રાત્રે એસપીની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેમને ICUમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ડૉક્ટર્સની એક ટીમ સતત તેમનું ધ્યાન રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *