રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૦ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૦ માટે રાજ્યનાં ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ૧૭ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૮ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૩ શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૭ શિક્ષકો, એક કેળવણી નિરિક્ષક તથા એચ.ટાટ, સી.આર.સી., બી.આર.સી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી ૪ શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૨ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૦ માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *