સાત કલાક સુધી ગટરના ઢાંકણા પાસે ભૂખી તરસી ઉભી રહીને લોકોને બચાવતી કાંતા મૂર્તિ કલન.

મુંબઈના 50 વર્ષની કાંતા મૂર્તિ કલન વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હોવાથી એક ગટરના ઢાંકણા પાસે સતત 7 કલાક સુધી ઉભી રહી અને આવતા જતા લોકોને નિર્દેશ કરતી રહી જેથી તેમાં કોઈ પડી ન જાય. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તે સ્થળે પહોંચ્યા નહીં ત્યાં સુધી તે ઉભી રહી હતી.

લોકોને મદદ કરવા માટૅ દાનત જોઈએ. પૈસા કે સામાજીક મોભો નહિ.

સવારે છ વાગ્યે, તેઓ એક જાડા કાપડ સાથે રસ્તા પર આવ્યા અને રસ્તા પર આવેલી ગટરનું ઢાંકણું એક અન્ય વ્યક્તિની મદદથી ખોલ્યું જેથી રસ્તામાં ભરાયેલું પાણી તેમાં જતું રહે. પરંતુ ત્યારબાદ પણ પાણી ઓછું ન થયું. ત્યારબાદ કાંતા પાછી આવી અને સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી ટ્રાફિકને કંટ્રોલ કરતી રહી. તેને ડર હતો કે આ ગટરના કારણે કોઈનો પણ જીવ જઈ શકે છે.

કાંતા દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યથી પ્રભાવિત થઈને વિવિધ સંસ્થાઓ અને લોકો તરફથી અત્યાર સુધીમાં 1.5 લાખની સહાય મળી છે. આ પૈસાથી તે ફરીથી પોતાના બાળકોનો અભ્યાસ ચાલું રાખશે અને પોતાનું ઘર સરખું કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *