રાજ્યમાં આવતીકાલથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને કેટલા રુપિયા દંડ થશે ?

માસ્કને લઇને હાઇકોર્ટની ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરશે સરકાર – રાજ્યમાં આવતીકાલથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે – તહેવારોમાં ઘરની બહાર નીકળી ભીડભાડ ન કરવા CM વિજય રૂપાણીની અપીલ કરી છે

ગુજરાતમાં અગાઉ માસ્ક ન પહેરવા પર 500 દંડ કરવામાં આવતો હતો જેને રાજય સરકારે વધારીને હવે 1000/- રુપિયા કરી દીધો છે. 24 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા.માસ્ક નહીં પહેરનાર પાસેથી 1 હજારનો દંડ વસૂલવા હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી. લોકોની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને અપીલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ન થાય એની સહુ કોઈ તકેદારી રાખે. કારણ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે, તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *