ભારતમાં છેલ્લાં 24 ક્લાકમાં દર મિનિટે અંદાજે 500 ટેસ્ટિંગ કરવામાં આવ્યા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,19,364 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું.છેલ્લા 24 ક્લાકમાં ભારતમાં દર મિનિટે અંદાજે 500 જેટલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું.

ભારત પરીક્ષણોની એક દિવસીય સંખ્યા નવી ઊંચાઇએ પહોંચીને એક જ દિવસમાં 7 લાખ કરતાં વધુ પરીક્ષણોની ક્ષમતા પ્રાપ્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસથી 6 લાખ કરતા વધુ દૈનિક પરીક્ષણોનો સિલસિલો જાળવી રાખીને, ભારતે પરીક્ષણની ક્ષમતામાં ધરખમ વધારો નોંધાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7,19,364 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ સ્તરે થઇ રહેલા પરીક્ષણોના કારણે દૈનિક પોઝિટીવ કેસોની સંખ્યામાં પણ ઘણો વધારો નોંધાયો છે. જોકે, રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ કેન્દ્રના નેતૃત્ત્વ હેઠળ તૈયાર કરવામાં આવેલી ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ વ્યૂહનીતિનું પાલન કરીને વ્યાપક ટ્રેકિંગ, ત્વરિત આઇસોલેશન અને અસરકારક સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે. જ્યાં મોટા પ્રમાણમાં મૃત્યુદર નોંધાઇ રહ્યો છે, તેવા રાજ્યો સાથે જોડાણમાં રહેવા માટે ગત અઠવાડિયે કેટલીક બેઠકો યોજવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *