જિલ્લા કલેકટરે વહીવટી કારણોસર બે દિવસ માટે ટેકસટાઇલ માર્કેટ ચાલુ રાખવાની પરવાનગી રદ કરી .

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવે છે કે, આજે સવારે સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ચેમ્બર ઓફ કોમર્સને લેખિત પત્ર (ઇ–મેઇલ) દ્વારા પાઠવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સોમવાર, તા. ૧૦ મે અને મંગળવાર, તા. ૧૧ મે, ર૦ર૧ના રોજ સવારે ૧૦થી બપોરે ર કલાક સુધી સુરતની તમામ ટેકસટાઇલ માર્કેટોને ટ્રેડ રીલેટેડ બાબતોના કામકાજ માટે ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવે છે.

આ પત્રની એક નકલ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પણ તેઓએ મોકલી હતી, પરંતુ પોલીસ પરવાનગીનો પ્રશ્ન ઉભો થતા ચેમ્બરે વિવિધ સત્તાધિશોને તેની જાણ કરી હતી.

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અને સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ટેકસટાઇલ માર્કેટ આવા સંજોગોમાં ખરેખર ખોલવી જોઈએ કે નહીં તે બાબતે અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે વાન્ીત કરી હતી અને એક દિવસ માટે હવે માર્કેટ નહીં ખૂલશે તો ચાલશે તેવો અભિપ્રાય અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓએ આપ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, ટ્રેડર્સ અગ્રણીઓ અને ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે રહીને ચેમ્બરે જે રજૂઆત તા. ૭ મે, ર૦ર૧ના રોજ કરી હતી એના જ અનુસંધાનમાં આજે સોમવાર, તા. ૧૦ મે, ર૦ર૧ના રોજ લેખિત પરવાનગી મળી હતી. ટેક્ષ્ટાઈલના જ વિવિધ સંગઠનો જેવા કે કેટલાક ટ્રેડર્સ એસોસીએશન, યાર્ન મેન્યુફેકચરર્સ એસોસીએશન, યાર્ન ડીલર એસોસીએશન, વિવિંગ એસોસીએશન તથા પ્રોસેસિંગ એસોસીએશનોએ કરેલી માંગણીના સંદર્ભમાં આ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વહીવટી કારણોસર આ લેખિત પરવાનગી રદ કરવામાં આવી છે તેવું જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ચેમ્બરને જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *