મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગાંધીનગરના કલોલ તાલુકાના આરસોડિયા ગામના ‘કોવિડ કેર સેન્ટર”ની મુલાકાતે

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ગામોને કોરોના મુક્ત રાખવા અને કોરોના ની આ બીજી લ્હેર પર જનશકિત ના સહયોગ અને રાજ્ય સરકાર ની આરોગ્ય સેવાઓ ના વ્યાપ દ્વારા કોરોનાને પરાસ્ત કરવા જે જોઇશે તે કરીને, સુવિધા નહિ હોય તો ઊભી કરીને પણ કોરોના સામેનો આ જંગ જીતવાનો પ્રબળ આત્મવિશ્વાસગાંધીનગરના કલોલ તાલુકાના આરસોડિયા ગામ ખાતે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા કોવિડ કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત દરમ્યાન વ્યક્ત કર્યો હતો

*મુખ્યમંત્રીશ્રી એ કોમન મેન સી, એમ તરીકે ગ્રામજનો સાથે ગામના ચોરા માં બેસીને કોરોના પ્રોટોકોલ નિયમો ના પાલન સાથે સહજ સંવાદ કર્યો હતો અને આરસોડિયા ગામ ની વિગતો જાણી હતી કોરોના સંક્રમણની બીજી લેહર પડકાર રૂપ છે, તેવું કહી મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ પ્રકારની મહામારી સદીમાં એક વખત આવતી હોય છે.

ગત સદીમાં 1920માં સ્પેનિશ ફ્લ્યુ નામની મહામારી આવી હતી. તે સદીમાં કયાં આટલી મેડિકલ સુવિધા કે ર્ડાકટરો હતા, તેમ છતાં તે મહાબિમારીને નાથવામાં માનવ જાત સફળ રહી હતી.આજે કોરોનાને હરાવવા આપણી પાસે અનેક મેડિકલ સેવાઓ દવાઓ ઉપલબ્ધ છે એટલે કોરોના સામે આપણી જીત નિશ્ચિત છે એમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનાની પ્રથમ લેહર વખતે આપણી પાસે વેક્સિન ન હતી. તેમજ બિમારી નવી હોવાથી તેના ચોક્કસ નિદાન માટે શું કરવું તે વાતથી ર્ડાકટરો મૂંઝવણમાં હતા પરંતુ બીજી લહેર વખતે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. તેમજ કોરોનાના સારવાર અને નિદાન પધ્ધતિ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે.

કોરોના સામેની આ લડતમાં આપણે થાકવું નથી, હારવું નથી અને નિરાશ પણ નથી થવું તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ કોરોનાની લહેર વખત આપણને દરરોજ ૨૫૦ મેટ્રિક ટન ઓકિસજનની જરૂરિયાત હતી. પણ આજે બીજી લહેરમાં સંક્રમણ વધતા દરરોજ ૧ હજાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. તે માટે પણ રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓકસીજન સપ્લાય સતત અવિરત મળતો રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું

તેમણે ઓક્સિજન હોસ્પિટલમાં ખૂટી જવાને કારણે કોરોનાના દર્દીઓના મૃત્યૃ થયા હોય તેવી કોઇ ધટના રાજયમાં બની નથી, તેવું કહી ઉમેર્યું હતું કે, ૪૦ દિવસમાં રાજયમાં ૫૫ હજાર આઇ.સી.યુ.અને ઓક્સિજનની સુવિધા વાળા બેડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ પહેલા રાજ્યમાં હોસ્પિટલોમાં ૪૧ હજાર બેડ હતા, જે બેડની સંખ્યા આજે ૧ લાખની કરવામાં આવી છે.

મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરમાં રાજયમાં વધુ એક લાખ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આજના દિવસમાં હોસ્પિટલોમાં બેડ નથી તેવી સ્થિતિ આપણે નિવારી શક્યા છીએ.

તેમણે કહ્યું હતું કે, રેમડેસિવિર ની સમગ્ર દેશમાં તાકીદની જરૂરિયાત છે, તેમ છતાં એક માસમાં ૭ લાખ જેટલા રેમડેસિવિરની વ્યવસ્થા કરીને ગુજરાત માં કોરોનાના અનેક દર્દીઓના જીવન બચાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *