જાણો ક્યારે કરાવવું જોઈએ સીટી સ્કેન ?

સંક્રમણ થકી એક પછી એક લોકોને શિકાર બનાવતાં કોરોનાને લઈને દેશમાં એક ચિંતાજનક સ્થિતિ છે ત્યારે ફેફસાં પર અસર જન્માવતાં કોરોના કેવી રીતે અસર કરે છે ? એના વિશે દિલ્હીના ગંગા રામ હોસ્પિટલના ચેસ્ટ ડિસીઝ ડિપાર્ટમેંટના સીનીયર કંસલ્ટેંટ ડોક્ટર બોબી ભલોત્રા માહિતી આપતાં કહે છે કે કોરોના વાયરસ એક વાયરલ ઈન્ફેક્શન છે જેનાથી દર્દી જીવ પણ ગુમાવી શકે છે. જેનાથી બચવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટંસ ખૂબ મહ્ત્વના હથિયાર છે.

કોરોના વાયરસ પહેલા નાક અને ગળામાં ઈન્ફેશન સર્જે છે અને જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ એને ત્યાં સુધી મર્યાદિત નથી રાખી શકતાં તો તે ફેફ્સાં સુધી પંહોચે છે. સીટી સ્કેન એક એવી તપાસ છે જેનાથી ફેફસાંમાં કોરોના વાયરસના પ્રભાવને સારી રીતે જાણી શકાય છે. કોરોના વાયરસને કારણે ફેફસાંમાં સફેદ ડાઘ જોવા મળે છે. દર્દીમાં ન્યુમોનિયાના લક્ષણ જોવા મળૅ છે. આ નિશાન કોઈમાં વધારે તો કોઈમાં ઓછાં જોવા મળૅ છે. કેટલાક દર્દીઓમાં આ ડાઘ એટલા બધા જોવા મળૅ છે કે હવાની અવરજવર માટૅ રસ્તો પણ નથી મળતો. એના કારણે દર્દીને વધુ ઓક્સિજનની જરુર પડે છે.

 कोरोना हमारे फेफड़ों पर कैसे करता है असर
આ રિપોર્ટમાં વ્હાઈટ કલરના ડાઘા એ સૂચિત કરે છે કે દર્દીને સંક્રમણની કેટલી અસર છે ?

સીટી સ્કેનના રિપોર્ટમાં જમણી અને ડાબી બાજુના ફેફસાંને બે ભાગ તરીકે જોવામાં આવે છે. અને એમાં નંબરની સ્કોરિંગને આધારે જાણવામાં આવે છે કે સંક્રમણ કેટલું છે ? સ્કોર પાંચ હોય તો એને માઈલ્ડ કહેવાય અને જો સ્કોર 20 થી ઉપર હોય તો એને ગંભીર માનવામાં આવે છે.

જો કે ડોકટરની સલાહ વગર સીટી સ્કેન કરાવવું એ સલાહભર્યુ નથી. કારણ કે ઘણી બીમારીઓ એ કોરોના વાયરસ જેવી જ લાગતી હોય છે. એટલે પહેલા RT-PCR અને પછી જો ડોકટર સલાહ આપે તો જ CT-Scan કરાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *