પોલીસ કમિશ્નરે વેશ બદલી લીધી પોલીસ સ્ટૅશનની મુલાકાત અને પછી ?

भेस बदलकर रात में थाने पहुंचे पुलिस कमिश्नर

એક જમાનો હતો જયારે રાજા વેશ બદલીને નગરચર્યાએ જતા અને પ્રજાના સુખ દુઃખને સમજવાની કોશિશ કરતાં. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રાજા તો નહિ પણ પ્રજા સેવકે લોકોને પડતી હાલાકીન દર્શન કરવા માટૅ વેશ બદલીને એમના કર્મીઓની પરીક્ષા લીધી.

મહારાષ્ટ્રના પિંપરી- ચિંચવડના પોલીસ કમિશ્નર કૃષ્ણપ્રકાશ અને ACP પ્રેરણા કટ્ટે ફિલ્મી સ્ટાઈલમાં વેશ બદલીને ફરિયાદી બની અલગ અલગ પોલીસ સ્ટૅશન ગયા અને જાણવાનો પ્રયત્ન કર્યો કે લોકોને કેવી હાલાકી પડે છે ?

બન્ને પહેલા પિંપરી પોલીસ સ્ટૅશન ગયા જયા એમણે એવી ફરિયાદ કરી એક એમણે એક દર્દીને હોસ્પિટલ લઈ જવું છે પણ એંબ્યુલંસવાળો વધારે પૈસા માંગે છે. ફરજ પરના પોલીસ અધિકારીએ એમને છેડો ફાડતાં કહ્યું કે આ કામ પોલીસનું નથી. તમે આ માટૅ પાલિકામાં જઈને ફરિયાદ કરો. જ્યારે કમિશ્નરે પોતાની ઓળખાણ આપી તો અધિકારીને પરસેવો વળી ગયો.

પછી બન્ને અધિકારી ચેઈન ચોરીની ફરિયાદ લઈને હિંજેવાડી પોલીસ સ્ટૅશન ગયા તો ત્યાં હાજર કર્મીએ તરત જ એમને બેસાડીને ફરિયાદ નોંધવાનું શરુ કર્યુ અને બન્ને અધિકારીઓએ પોતાની ઓળખ છતી કરી.

પછી તેઓ પંહોચ્યા વાખડ સ્ટૅશન. જ્યાં એમણે ફરિયાદ કરી કે એમની મીટની દુકાન છે અને કેટ્લાક લોકો રાતે ફટાક્ડા ફોડીને એમને હેરાન કરે છે. જેથી સવારે ઉઠવામાં ભારે તકલીફ પડે છે. એ લોકોને સમજાવવા જતાં તેમણે મારી પત્નીની પણ છેડતી કરી. હાજર અધિકારીએ તરત જ સાથી કર્મીઓને ફોન કરીને તરત જ પગલાં ભરવા કહ્યું અને કમિશ્નરે ઓળખ દર્શાવી અધિકારીને શાબાશી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *