જાણો સુરત મનપાએ કોના માટે વેરામાં રાહત જાહેર કરી ?

Image

• 15 ચો.મી. એટલે 160 ચો.ફૂટ સુધીના રહેણાંક મકાન ધરાવતા લોકોને તમામ પ્રકારના વેરામાંથી સંપૂર્ણ માફી.આ નિર્ણય થી આશરે 1 લાખ 12 હજાર મકાન માલિકોને રૂપિયા 22 કરોડ ની રાહત મળશે.

• 15 ચો.મી. થી 50 ચો.મી. સુધી એટલે 160 ચો.ફૂટ થી 540 ચો.ફૂટ સુધીના રહેણાંક મકાન ધરાવતા લોકોને તમામ પ્રકાર ના વેરામાં 25% જેટલી માફી.આ નિર્ણય થી આશરે 7 લાખ 15 હજાર મકાનમાલિકો ને રૂપિયા 38 કરોડની રાહત મળશે..

•બિનરહેણાંક -15 ચો.મી. એટલે 160 ચો.ફૂટ સુધીના નાના દુકાનદારો કે ઓફીસ ધરાવતા લોકોને તમામ પ્રકારના વેરા માં 25% જેટલી માફી.આ નિર્ણય થી આશરે 92 હજાર દુકાનદારો ને રૂપિયા 12 કરોડ જેટલી રાહત મળશે.
• 540 ચો.ફૂટ સુધીના મકાનો ધરાવતા 8 લાખ 27 હજાર મકાનમાલિકો અને 160 ચો.ફૂટ સુધીની 92 હજાર દુકાનો કે ઓફીસો ધરાવતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂપિયા 72 કરોડની રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *