જાણો વર્ષ 2019 અને 2020 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર કોને કોને એનાયત થયો ?

વર્ષ 2019 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર ઓમાનના મહામહિમ સ્વ. સુલતાન કબુસ બિન સૈદ અલ સૈદને એનાયત કરવામાં આવશે. જ્યારે વર્ષ 2020 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનને એનાયત થશે. આ એવોર્ડ રાષ્ટ્રીયતા, જાતિ, ભાષા, પંથ, જ્ઞાતિની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ હેઠળ એક કરોડ રુપિયાની ધનરાશિ, પ્રશંસાપત્ર , તકતી અને પરંપરાગત હસ્તકલા અથવા હેંડલૂમ કૃતિ એનાયત થાય છે.

મહામાનવ સુલતાન કબુઝ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવામાં મધ્યસ્થતા અને મધ્યસ્થીની નીતિએ તેમને વિશ્વભરમાં વખાણ અને આદર અપાવ્યો હતો. વિવિધ પ્રાદેશિક વિવાદો અને તકરારમાં શાંતિ પ્રયત્નોને ટેકો આપવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. એચ.એમ. સુલતાન કબુઝ ભારત અને ઓમાન વચ્ચેના ખાસ સંબંધોના રચયિતા હતા. તેમણે ભારતમાં અભ્યાસ કર્યો હતો અને હંમેશાં ભારત સાથે વિશેષ સંબંધ જાળવ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ, ભારત અને ઓમાન વ્યૂહાત્મક ભાગીદારો બન્યાં અને આપણી પરસ્પર ફાયદાકારક, વ્યાપક ભાગીદારી મજબૂત અને નવી ઑળખ વધારશે.

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતાં બંગબંધુ મુજીબુર રહેમાન એ બાંગ્લાદેશના રાજનીતિજ્ઞ હતાં.

Former Bangladesh Army chief Ziaur Rahman behind assassination of ' Bangabandhu' Sheikh Mujibur Rahman - OrissaPOST

પીએમ મોદીએ કહ્યું છે કે બાંગબંધુ માનવાધિકાર અને સ્વતંત્રતાના હિમાયતી હતા, અને ભારતીયોમાં પણ તેઓ હીરો છે. તેમણે એમ પણ કહ્યું કે, બાંગબંધુનો વારસો અને પ્રેરણાથી બંને દેશોની વારસો વધુ વ્યાપક અને ઊંડાણપૂર્વકના થવા પામ્યા છે, અને બાંગબંધુએ બતાવેલા માર્ગે છેલ્લા દાયકામાં બંને દેશોની ભાગીદારી, પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત પાયો નંખાયો છે. .

બાંગ્લાદેશ મુજીબ વર્ષની ઉજવણી કરે છે, ત્યારે ભારતને બાંગ્લાદેશ સરકાર અને તેના લોકો સાથે મળીને તેમના વારસોના સ્મરણાર્થે સન્માનિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *