બરફની વચ્ચે ફસાયેલા નાગરિક સ્થિતિ જોઈને તમે પણ ફફડી ઉઠશો. જેને આબાદ બચાવતી ઈંડિયન આર્મી.

પોતાના જાબાંઝ સ્વભાવ માટૅ ભારતીય આર્મી જગવિખ્યાત છે. ભારે બરફ હોય કે ભારે વરસાદ ભારતીય આર્મીનો જુસ્સો કોઈ દિવસ ઓછો નથી પડતો. એક એક નાગરિકનો જીવ બચાવવા માટૅ તેઓ રાત દિવસ એક કરતાં હોય છે. આવો જ એક કિસ્સો કુપવાડાના આદિલ કરીલ લોન નામના નાગરિક સાથે બન્યો. જમ્મુ અને કશ્મીરમાં ફરજ બજાવતી કેરાન આર્મી યુનિટૅ જ્યારે એનો જીવ બચાવ્યો.

કાશ્મીરના કુપવારાના કેરાન વિસ્તારમાં બરફની નીચે ફસાયેલા ત્રેહગામનો વતની નાગરિક આદિલ કરીમ લોનને ભારતીય આર્મીએ બચાવ્યો. ભારે બરફ વચ્ચે ભારતીય આર્મીએ 1.5 કિલોમીટર ચાલીને આર્મીના કેરાન યુનિટૅ તેને આર્મી મેડિકલ સુવિધામાં ખસેડ્યો હતો.હાલ નાગરિક આદિલ કરીમની સારવાર આર્મી મેડિકલ ફેસીલિટીમાં થઈ રહી છે.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *