બાપ રે! આ હિરોનું બદલાયેલું રુપ જોઈને કહેશો કે ક્યા સે ક્યા હો ગયે દેખતે દેખતે.

એક્ટર પ્રોડ્યૂસર હરમન બાવેજાનાં લગ્ન સાશા રામચંદાનીની સાથે થયા છે. હરમને ગત ડિસેમ્બરમાં ચંદીગઢમાં ન્યૂટ્રિશિયન કોચ સાશા રામચંદાની સાથે સગાઇ કરી હતી. હરમન અને સાશાનાં લગ્નની ઘણી તસવીરો અને ફોટા સામે આવ્યાં છે. જાનથી લઇ પીઠી, સંગીત સંધ્યાની તસવીરો સામે આવી છે. જે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. હરમનનાં લગ્નની વિધીઓનો વીડિયો તેનાં મિત્ર રાજ કુન્દ્રાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.તમને જાણીને નવાઈ લાગશે કે લવ સ્ટોરી 2050 માં ડેશિંગ અને રિતિક રોશન જેવો ફેસ કટ ધરાવતાં હરમનનું નાક નક્શ તદ્દન ભિન્ન છે. વર્તમાન હરમનને જોઈને તમે કહેશો કે ખરેખર દેખાવમાં તે તદ્દન બદલાય ગયો છે. 

બંનેના લગ્નની વિધિ શીખ ધર્મ મુજબ થઈ. ફેમિલી અને ખાસ મિત્રોની હાજરીમાં આનંદ કારજના ફોટો અને વીડિયો હરમનની ખાસ દોસ્ત શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં શેર કર્યા અને તેને શુભેચ્છા આપી. શિલ્પાએ લખ્યું- અભિનંદન હરમન અને સાશાને, આ અનકંડીશનલ લવ, ખુશીઓ અને મિત્રતાની એક નવી શરૂઆત થઈ રહી છે. તમારા બંને માટે ઘણી જ ખુશ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *