ટ્રેનના દરેક ડબ્બામાં ટોઈલેટની સુવિધા માટૅ જવાબદાર છે એક વિશેષ જાણવા જેવી ઘટના.

વાત છે 1909 ના ઉનાળાની જ્યારે ટ્રેનમાં શૌચાલય માત્ર ફર્સ્ટ કલાસ ડ્બ્બામાં જ રહેતાં હતાં. તે જ સમયે ઓખિલ ચંદ્ર સેન નામના એક બંગાળી બાબુ પોતાની યાત્રા પર નીક્ળયા. ટ્રેનના ડબ્બામાં લાંબો સમય એક જ જગાએ બેસવાને કારણે અને ગરમીને કારણે એમના પેટમાં ગડબડ થઈ અને ટ્રેન જ્યારે અહમદપુર રેલ્વે સ્ટેશન પર થોભી તો ઓખિલ બાબુએ પ્લેટફોર્મ પરથી લોટો ભર્યો અને ભાગીને રેલ્વે  ટ્રેકથી સહેજ દૂર જઈને જાજરુ કરવા બેઠાં. પેટની ગડબડને કારણે છૂટેલા ઝાડાને કારણે મરોડ અનુભવતા ઓખિલ બાબુ એમાંથી ફ્રી થાય એ પહેલા તો રેલ્વેના ગાર્ડે ટ્રેન ચલાવવા માટે સિટી વગાડી , બિચારા ઓખિલ બાબુ એક હાથમાં ધોતિયું અને લોટો લઈને ટ્રેન બાજુ દોડ્યા. ડબ્બાના દરવાજે પંહોચે તે પહેલા જ એમનો પગ ધોતિયામાં ભેરવાય જતાં તેઓ નીચે પટકાયા અને તેઓ આ ઘટનાથી એટલા ક્ષોભિત થયા કે એમણે રેલ વિભાગના સાહિબગંજ મંડલ રેલ કાર્યાલયને એક ધમકી ભર્યો પત્ર લખ્યો અને પોતાની આપવીતી લખી મોકલી. સાથે જ એમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ કુદરતી હાજતે જાય છે તો શું ગાર્ડ ટ્રેનને પાંચ મિનિટ થોભાવી નહિ શકે ? 

ઓખિલબાબુ ત્યા જ નથી અટકતાં તેમણે કહ્યું કે પેલા ગાર્ડ પર પેનલ્ટી લાગવી જોઈએ. સાથે જ ધમકી આપી કે જો એમની માંગણી પૂરી નહિ થઈ તો તેઓ આ ઘટના તમામ વર્તમાનપત્રોને જણાવી દેશે. ઓખિલ બાબુના પત્રથી ખળભળાટ વ્યાપી ગયો અને રેલ્વેએ આ પત્રને ગંભીરતાથી લેતાં આવનારા બે વર્ષમાં ટ્રેનનના દરેક ડબ્બામાં શૌચાલય બનાવડાવ્યા. ઓખિલ બાબુનો આ પત્ર આજે પણ દિલ્હી ખાતેના રેલ્વે મ્યુઝિયમમાં સચવાયેલો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *