પ્રાથમિક આરોગ્યન કેન્દ્રા વરધરી અને આરબીએસકેની આરોગ્યા ટીમ દ્વારા રેપીડ એન્ટીમજન ટેસ્ટ- કરવામાં આવ્યા અને આર્સેનિક આલ્બગમની ગોળીઓનું વિતરણ

કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

        આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, વરધરીની આરોગ્‍યની ટીમની મદદથી આરબીએસકેની ટીમ અને  ધન્‍વંતરી આરોગ્‍ય રથના માધ્‍યમથી સાધકપુરા ગામમાં ૨૧ નાગરિકોના  રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જે તમામ નેગેટી આવ્‍યા હતા. આ ઉપરાંત આરોગ્‍યની ટીમ દ્વારા નાગરિકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે હોમિયોપેથીક આર્સેનિક આલ્‍બમની ગોળીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું તેમજ પાંચ બ્‍લડ સેમ્‍પલની સ્‍લાઇડ અને ત્રણ સ્‍પુટમ સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.    

        આમ, જિલ્‍લાના આરોગ્‍ય તંત્રના તમામ આરોગ્‍ય કર્મીઓ જિલ્‍લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અવિરતપણે તેઓની ફરજો અદા કરવાની સાથે તમામને હું માસ્‍ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્‍વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્‍ધતિઓ અપનાવીશ અને યોગ-વ્‍યાયામ ઇત્‍યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખવા સમજ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *