સુરત માટૅ ગર્વની વાત. શહેરમાં દેશનો લોન્ગેસ્ટ બી.આર.ટી.એસ. કોરિડોર બન્યો.

સુરતમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના પ્રયાસોથી દેશનો સૌથી લોન્ગેસ્ટ ૧૦૮ કિલોમીટરનો બી.આર.ટી.એસ. કોરિડોર બન્યો છે. હાલમાં કુલ-૧૦૨ કિમીનાં બી.આર.ટી.એસ. કોરિડોરમાં કુલ-૧૩ રૂટ ઉપર ૧૬૬ થી વધુ બસો કાર્યરત છે. જેમાં દરરોજ ૧.૦૩ લાખથી વધુ મુસાફરો આવાગમન કરે છે. જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કુંભારિયાથી કડોદરા (૦૬ કિમી લંબાઈ),ના રૂટનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
સુરત શહેરમાં વર્ષ ૨૦૦૭માં જાહેર પરિવહન ઉપલબ્ધ ન હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની રોજબરોજની પરિવહનની જરૂરિયાત ધ્યાને લઇ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની પહેલ કરી અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિટીલિંક લિ. નામની પબ્લિક ટ્રાન્સપોર્ટ કંપની બનાવવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૦૧/૨૦૧૪ નાં રોજ બી.આર.ટી.એસ. બસ સેવા ઉધના દરવાજા-સચિન જી.આઈ.ડી.સી. વચ્ચે ૧૨ કિમીનાં રૂટ ઉપર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત મગદલ્લા, સિટીલાઈટ, ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી નાકા, ઓએનજીસી કોલોની-કેનાલ રોડ-સરથાણા જકાતનાકા, અડાજણ પાટિયાથી જહાંગીરપુરા, અડાજણ પાટિયાથી પાલ આરટીઓ કોરિડોર, પાલ આરટીઓ ઓએનજીસી કોલોની, અણુવ્રત દ્વારથી સેન્ટ થોમસ સ્કૂલ જંકશન કોરિડોર, સેન્ટ થોમસ સ્કૂલ જંકશનથી દક્ષેશ્વર મહાદેવ જંકશન, ડિંડોલી વારિગૃહથી હિરાબાગ/ગજેરા સર્કલ, હીરાબાગથી લેક ગાર્ડન, જહાંગીરપુરા, કતારગામ દરવાજાથી કોસાડ સર્કલ એમ કુલ ૧૩ કોરિડોરનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, સુરત બહારથી આવતાં નાગરિકોને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર સીધી કનેક્ટિવિટી મળે તે માટે બી.આર.ટી.એસ. ખુબ સુવિધાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *