સૈનિક સ્કૂલોમાં હવે છોકરીઓને પણ પ્રવેશ મળશે.

સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથોસાથ સંરક્ષણ મંત્રાલયે સત્ર ૨૦૨૧-૨૨ના સત્રથી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર પણ આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરી રહી છે. કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ જગ્યા પૈકી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે.

છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલય રાખેલ છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અભ્યાસની સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ તે જ રીતે આપવામાં આવશે, જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે.

આગામી શૈક્ષણિક સત્ર માટેની પ્રવેશ પરીક્ષાના ફોર્મ તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ થી ૧૯ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ઓનલાઈન ભરાશે. પ્રવેશ પરીક્ષા ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ (રવિવાર)ના રોજ યોજાશે. પ્રવેશ પ્રક્રિયા વિશેની સંપૂર્ણ જાણકારી www.nta.ac.inપર મેળવી શકાશે અને રસ ધરાવતા ઉમેદવારો https://aissee.nta.nic.ac.in ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.     

આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરીઓ અને છોકરાઓ માટે પ્રવેશ માત્ર છઠ્ઠા ધોરણમાંજ મળશે, નવમા ધોરણમાં નહીં મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *